શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા ખાતે વિકાસ સપ્તાહ- ૨૦૨૪ અંતર્ગત એનએસએસ ૧ તથા ૨ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, રંગોળી સ્પર્ધા તથા વિકાસ શપથ ગ્રહણ કાર્યક્રમનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે વિકાસ સપ્તાહ- ૨૦૨૪ અંતર્ગત વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસે વિજેતા થયેલા વિદ્યાર્થિની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. જાગૃતિબેન તેરૈયા, પ્રોગ્રામ ઓફિસર પ્રા. ભગવતીબેન વડીયા તથા સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. પ્રા.નેહાબેન દરજીએ શપથ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.