રાજુલાની વતની રાયચા પરિવારની ધ્રિયા અક્ષિત રાયચા અત્યારે ધોરણ-૨માં અભ્યાસ કરે છે અને રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય ધરાવે છે. તેણે ફક્ત આઠ વર્ષની ઉંમરે ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત કલાત્મક સ્કેટિંગની રાજ્યકક્ષાની અંડર ૧૪ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રાયચા પરિવારના મહેન્દ્રભાઈ ચત્રભુજભાઈ જે હાલ અમદાવાદ વસવાટ કરે છે. તેમના પુત્ર અક્ષિત મહેન્દ્રભાઈ રાયચાની પુત્રી ધ્રિયાએ આ સિદ્ધિ મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.