રાજુલાના સમઢીયાળા-૧ ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ૮ ઈસમો રોકડા ૨૩,૪૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાયા હતા. અશોકભાઇ ડાયાભાઇ પારેખ, લાલજીભાઇ ખોડાભાઇ જાદવ, મુકેશભાઇ ભુરાભાઇ ગુજરીયા, મનસુખભાઇ ઘોહાભાઇ મકવાણા, જયંતિભાઇ સોંડાભાઇ મકવાણા, લખમણભાઇ ભુપતભાઇ મેર, કેશુભાઇ બાલુભાઇ શિયાળ,
મગનભાઇ નરશીભાઇ બારૈયા જાહેરમાં લાઇટના અજવાળે ગંજીપત્તાનાં પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૨૨,૩૨૦ તથા જુગારના પટમાંથી મળી આવેલ રોકડ રૂ.૧૧૪૦ મળી કુલ કિ.રૂ.૨૩,૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.






































