આજરોજ મહાદેવનો પ્રાગટ્ય દિન હોવાથી આજના પવિત્ર દિવસે રાજુલાના વિવિધ શિવાલયોમાં શિવપૂજા યજ્ઞ, દીપમાળા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ધારનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કુંભનાથ, સુખનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજયો હતો. ભીડભંજન મહાદેવ ખાતે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ધાર્મિક કાર્યક્રમમાં હીરાભાઈ સોલંકીએ શિવપૂજન કરી યજ્ઞમાં આહુતિ આપી હતી. મહાદેવ મંદિરમાં સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગી હતી.