રાજુલાના વૃંદાવન બાગ ખાતે મહંત અને નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર બાપુના
વૃંદાવનધામ ખાતે તુલસી વિવાહ યોજાયા હતા. સાંજના છ વાગ્યે ૨૫૦ વાહન સાથે રામપરા ગામે લાલભાઈના નિવાસસ્થાને ઉતારો આપ્યો હતો. ત્યારબાદ વૃંદાવન બાગ ખાતે રાજેન્દ્ર બાપુએ જાનના સામૈયા કર્યા હતા. રાતે ૧૦ કલાકે વૃંદા અને શ્યામના લગ્ન થયા હતા. મનસુખભાઈએ શાસ્ત્રોક્ત વિધિ કરી હતી. વૃંદાવન બાગમાં ૫,૦૦૦ જેટલા માણસોએ મહાપ્રસાદ માણ્યો હતો.









































