રાજુલાના વિસળીયા ગામે રહેતા એક યુવકને ગાળો બોલીને મુંઢમાર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે સચિનભાઈ સોંડાભાઈ બાંભણીયા (ઉ.વ.૨૦)એ દિનેશભાઇ છગનભાઇ સરવૈયા, જયાબેન દિનેશભાઇ સરવૈયા, દેવશીભાઇ માધાભાઇ સરવૈયા, ધનીબેન માધાભાઇ સરવૈયા, વશરામભાઇ માધાભાઇ સરવૈયા તથા ભાવેશભાઇ વશરામભાઇ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ વિસળીયા ગામે બાપુની મઢી પાસે માવો ખાતા હતા. તે સમયે આરોપીએ વાયરથી શરીરે માર મારી ગાળો આપી હતી. ઉપરાંત લાકડીઓ વડે આડેધડ માર મારીને મુંઢ ઇજા પહોંચાડી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ જી. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.