રાજુલા તાલુકાના વિકટર ગામે સિતાવન આશ્રમ નકલંકધામ તથા વિકટર સમસ્ત ગામ દ્વારા કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવનામાં આવ્યું છે. ઠાકોરજી મહારાજની જાન નેસડા વિસ્તારમાંથી પધારશે. તા.૧પના રોજ તુલસી વિવાહ કાર્યક્રમ સવારથી શરૂ થશે. તુલસી વિવાહના મહાપ્રસાદના દાતા તરીકે અમરેલી જિલ્લા કોળી સમાજના કરણભાઇ બારૈયા રહેશે. તો લ્હાણુના દાતા ધારાસભ્ય અંબરીષભાઇ ડેર રહેશે. આ તુલસી વિવાહમાં આ વિસ્તારના સાધુ સંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સહિત ભક્તગણો બહોળી સંખ્યામાં હાજર રહેશે. તુલસી વિવાહમાં પધારવા માટે નકલંકધામના મહંત પ્રફુલદાસ બાપુએ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવ્યું છે.