રાજુલા તાલુકાના વિક્ટર ગામે સમસ્ત કોળી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ર૯ જેટલા નવયુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. સમસ્ત કોળી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહંત મહેશદાસબાપુ તથા દેવેન્દ્રદાસબાપુએ દીપ પ્રાગટ્ય કરી લગ્નોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. દેવેન્દ્રદાસ બાપુ તથા સાવરકુંડલા માનવમંદિરના ભક્તિરામબાપુએ સમૂહ લગ્નમાં જાડાયેલા નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા વિક્ટરના કોળી સમાજના આગેવાન અશોકભાઇ વાજા, મહેશભાઇ મકવાણા, રણછોડભાઇ બાંભણીયા, અજયભાઇ શિયાળ, હરેશભાઇ બાંભણીયા, શૈલેષભાઇ ચૌહાણ, આતુભાઇ જાદવ, એભલભાઇ શિયાળ, અશોકભાઇ મોલાડીયા સહિતના આગેવાનો, સમિતિના સભ્યો, સ્વયંસેવકો, યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.