રાજુલાના વાવેરા ગામે રહેતા અને ખેતીકામ કરતાં વેલજીભાઈ વીરજીભાઈ સોલંકી (ઉ.વ.૬૨)એ જાહેર કર્યા મુજબ, તેઓ તેમની થોરડી રોડ પર આવેલ વાડીના ઝાંપા પાસે બાઇક પાર્ક કરીને વાડીમાં ગયા હતા. આ સમયે અજાણ્યો ઇસમ બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે બાઇકની કિંમત ૨૨,૦૦૦ જાહેર થઈ હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.