રાજુલા તાલુકાના વાવેરા ગામે ઘાણા નદી ઉપર રૂ. બે કરોડના ખર્ચે બનેલા નવા પુલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પુલ ધારાસભ્યના પ્રયાસોથી મંજૂર થયો હતો અને તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજુલા નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ વાણીયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ કનુભાઈ ધાખડા, રાજુલા નગરપાલિકા કારોબારી ચેરમેન હેમલભાઈ વસોયા તેમજ અન્ય મહાનુભાવો, સરપંચો અને મોટી સંખ્યામાં વાવેરા ગ્રામજનો, કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પુલ વાવેરા અને આસપાસના ગ્રામજનો માટે અવરજવરની સુવિધામાં મોટો વધારો કરશે.