રાજુલા તાલુકાના વાવડી ગામથી ઘનશ્યામનગર સુધીનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો પરિણામે ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હતી આ બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે પ્રદેશ ભાજપના મંત્રી મહેશભાઈ કસવાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તેમજ પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીના પ્રયાસોથી રૂપિયા ચાર લાખના ખર્ચે ખેડૂતોના હિતમાં રસ્તો મંજૂર થતાં ગ્રામજનોમાં અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ખેડૂતોએ રસ્તો મંજૂર કરાવવા બદલ આગેવાનોનો આભાર માન્યો હતો.