રાજુલા તાલુકાના વડ ગામે આંબાવાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ૧૦ જેટલા આંબા બળીને ખાખ થઇ જવા પામ્યા હતા. જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન થતા રાજુલા પ્રાંત અને પીજીવીસીએલને પત્ર પાઠવી સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી.
રાજુલાના છતડીયા ગામે રહેતા માનસિયાભાઇ ડાભીયાનું જૂનું ખેતર વડ ગામે આવેલ છે. જ્યાં મહાકાય આંબો આવેલ હોય, તેની ઉપરથી પસાર થતા ઇલેવન કે.વી.ના વાયરોમાં ગઇકાલે સાંજના સુમારે શોર્ટ સર્કિટ થતા ૧૦ જેટલા આંબામાં આગ લાગી હતી. જેને લઇ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.