રાજુલા-જાફરાબાદ તાલુકા કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓએ સાંસદ ભરતભાઈ સુતરીયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, સાંસદ ભરતભાઈ સુતરીયાએ પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી મોમાઈ માતાજી મંદિર, વડમાં બની રહેલા નવા કોમ્યુનિટી હોલ માટે રૂ.૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.આ પ્રસંગે કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જેવા કે કારોબારી ચેરમેન ભીમભાઈ વરુ, માતાજીના સેવક મનુભાઈ મીઠાપુર, રાજુલા ભાજપ શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ, નજુભાઈ અને પ્રતાપભાઈ વરુ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે આ પહેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રૂ.૧૦ લાખ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રૂ.૫ લાખની ગ્રાન્ટ આ કોમ્યુનિટી હોલ માટે ફાળવી હતી. સાંસદ ભરતભાઈ સુતરીયાની આ નવી ગ્રાન્ટ ફાળવણીથી કોમ્યુનિટી હોલના નિર્માણ કાર્યને વધુ વેગ મળશે. આ સામાજિક કાર્ય માટે સાંસદ અને અન્ય નેતાઓના સહયોગ બદલ સમાજ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.