રાજુલાના વડ ગામેથી પોલીસે બે જગ્યાએથી દેશી દારૂ બનાવવાનો ૧૬૦૦ લીટર આથો ઝડપી પાડ્‌યો હતો. અજયભાઈ કનુભાઈ ધાખડાની વાડીએથી ૧૦૦૦ લીટર તથા રાજદીપભાઈ ગભરૂભાઈ ધાખડાની વાડીએથી ૬૦૦ લીટર મળી કુલ ૧૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો હતો. પોલીસે બંને સ્થળેથી મળી કુલ ૪૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં ત્રણ મહિલા સહિત પાંચ લોકો પાસેથી ૪૦ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય ૭ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.