અમરેલી જિલ્લામાં એક સાથે બે બાળકોના અપહરણ થયાની પોલીસ ચોપડે નોંધ થતા સમગ્ર જિલ્લામા ચકચાર મચી જવા પામી છે. રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં કેરીના બગીચામાં કામ કરી રહેલા બે બાળકોને કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો હોવાની રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. રાજુલાના વડ ગામની સીમમાંથી ચૌત્રા ગામે રહેતા ફરીયાદી મધુભાઈ મછુભાઈ પરમારે રાજુલા પોલીસમાં જાણ કરી હતી કે મધુભાઈએ વડ ગામની સીમમાં કેરીના બગીચામાં કામ કરતો હતો તેમજ બાજુમાં મધુભાઈના સાળી રેખાબેને પણ બગીચો ભાગમાં રાખ્યો હોય તે બગીચામાં રેખાબેનનો દિકરો ઉ.વ.૧પ પણ બગીચામાં કામ કરતો હોય તે દરમિયાન મધુભાઈનો દિકરો અને રેખાબેનના દિકરાને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી નાસી ગયો હોવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા પી.આઈ. એ.ડી.ચાવડા તપાસ ચલાવી રહ્યાં છે.