રાજુલા તાલુકાના રીંગણિયાળા ગામે ઓઈલ મીલમાં ઈલેક્ટ્રિક શોક લાગવાથી સાવરકુંડલાના યુવકનું મૃત્યુ થયું હતું. બનાવ સંદર્ભે યુનુસભાઈ બાવભાઈ બેલીમ (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, ઈમ્તિયાજભાઈ યુનુસભાઈ બેલીમને (ઉ.વ.૨૫) રીંગણિયાળા ગામે ભૂમિ ઓઈલ મીલ ખાતે ઈલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયું હતું. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.










































