રાજુલાના રીંગણયાળા ગામના બધાભાઈ લાખણોત્રા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર સહિત ૨૦૦ કરતા વધુ કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી વિધિવત રીતે આપ પાટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી ૯૮ વિધાનસભાના સહ પ્રભારી કિશોરભાઈ ધાખડા, રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ કાતરીયા, મહમદભાઈ ગાહા તેમજ આમ આદમી પાટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને તમામ લોકોએ બધાભાઈ લાખણોત્રા અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા. ચૂંટણીઓ ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે હવે આ રાજુલા તાલુકાની રાજકીય પાર્ટીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.





































