રાજુલાના રામપરા-૨ ગામે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ગાળો બોલવાની ના પાડતાં તેને લોખંડનો પાઇપ મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સાર્દુળભાઈ લાલાભાઈ વાઘ (ઉ.વ.૪૫)એ વાજસુરભાઈ ટપુભાઈ વાઘ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમના ઘર પાસે આવી ગાળો બોલતો હતો. જેથી તેમણે ના પાડી હતી. આ બાબતનું મનદુઃખ રાખી તેમને ગાળો આપી લોખંડના પાઇપનો ઘા મારી ફ્રેક્ચરની ઇજા કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ વર્ષાબેન છાત્રોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.