રાજુલા તાલુકાના રામપરા-ર વૃંદાવન બાગ ખાતે અન્નકુટ મહોત્સવ, રામાયણ પાઠ અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામપરા ગામ દ્વારા રાજેન્દ્ર બાપુનું બહુમાન સન્માન કરાયું હતું. આ અન્નકુટ મહોત્સવમાં મહાપ્રસાદના દાતા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, રામભાઈ લાખણોત્રા, દુલાભાઈ કાળાભાઈ વાઘ-કોવાયા, જીકારભાઈ, કાળુભાઈ કનકેશ્વરી, સરપંચ સનાભાઈ, દુલાભાઈ રામ ભેરાઈવાળા સહિત અનેક સંતો-મહંતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અન્નકુટ મહોત્સવમાં બહોળી સંખ્યામાં લોકોએ મંદિરે દર્શન કરી ભવ્ય મહાપ્રસાદનો લાભ લીધો હતો.