રાજુલા તાલુકામાં કોંગ્રેસ પક્ષ પ્રત્યે યુવાનોમાં વધતો વિશ્વાસ જોવા મળી રહ્યો છે. આજે રામપરા ગામની આજુબાજુ આવેલી વિવિધ કંપનીઓમાં સારા હોદ્દા અને પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા અનેક યુવાનો સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.
રાજુલા શહેરના કોંગ્રેસ અગ્રણી દીપક દાદા ત્રિવેદી અને યુવા કોળી આગેવાન ચેતનભાઈ બાબુભાઈ શિયાળના સક્રિય પ્રયાસો અને મહેનતને કારણે યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂએ તમામ યુવાનોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આજે જોડાયેલા યુવાનોમાં વિજયભાઈ પીઠાભાઈ ખસિયા, સાગરભાઈ ખસિયા, અશ્વિનભાઈ ખસિયા સહિતના યુવાનો કોંગ્રેસમાં જાડાતા આગામી તાલુકા પંચાયતમાં આની અસર જોવા મળશે.