રાજુલાના રાજપરડા ગામે ફેસબુક મેસેજ કરવા મુદ્દે યુવકને ગાળો બોલી, મુંઢમાર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હરેશભાઈ નરશીભાઈ સોલંકી (ઉ.વ.૪૨)એ તેમના જ ગામના પથુભાઇ રાણાભાઇ સોલંકી, મજીભાઇ ઉર્ફે રમેશ ભુપતભાઇ સોલંકી, રાકેશભાઇ વાલજીભાઇ સોલંકી તથા રવિભાઇ ગોબરભાઇ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, છ-એક મહિના પહેલા તેમના દીકરાને પથુભાઈ સોલંકીના દીકરાના પત્નીએ ફેસબુકથી મેસેજ કર્યો હતો. જેનું મનદુઃખ રાખી તેમને લાકડી મારી, તેમના દીકરાને લોખંડની પાઇપ મારી માથામાં ઇજા કરી હતી. જે બાદ આરોપીઓએ તેમને તથા સાહેદોને ગાળો આપી મુંઢમાર માર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.