રાજુલા તાલુકાના મોરંગી નજીક હોડાવાળી ખોડીયાર આશ્રમ આવેલો છે. આશ્રમમાં ખોડીયાર માતાજીનું કલાત્મક મંદિર પણ છે. મંદિર ડુંગરા ઉપર હોવાથી ત્યાંથી જાતા આજુબાજુના ગામડાઓ જોવા મળે છે. આ આશ્રમમાં ૫૦૦૦ ગાયો ધરાવતી જિલ્લાની એક માત્ર ગૌશાળા છે. અહીંયા છેલ્લા ૧૫ વર્ષથી આશ્રમમાં પૂજા પાઠ કરતા મહંત શેષ નારાયણ ગીરીબાપુ આશ્રમ ચલાવી રહ્યા છે.
આશ્રમ રાજુલા મહુવા રોડ ઉપર મોરંગી મંડળ ગામ બાજુમાં આવેલો છે. શેષ નારાયણ બાપુને આ પંથકમાં લોકો અને સંતો સીટી વાળા બાપુ તરીકે પણ ઓળખે છે. તેમની એક સીટીથી ૫૦૦૦ ગાયું દોડતી આવે છે. ૧૨ વર્ષ પહેલા અહીં ૧૧ ગાય હતી હાલમાં આશ્રમમાં સાડા ચાર હજાર જેટલી ગૌમાતા છે. પૂજ્ય મોરારીબાપુ, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત અનેક જાણીતી હસ્તીઓ અહીં મુલાકાત લઈ ચૂકી છે.