રાજુલા પી.આઈ.આઈ.ની ટીમ દ્વારા મફતપરા વિસ્તારમાં રહેતા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંડોવાયેલા માથાભારે ઈસમ જીતુભાઇ ઉર્ફે ગોબરભાઈ પરેશભાઈ સોલંકી વિરુદ્ધ પુરાવા એકઠા કરી હદપારની દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હદપારની કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરી રાજુલા પ્રાંત અધિકારી મેહુલકુમાર બરાસરા સમક્ષ રજૂ કરતા રાજુલાના માથાભારે તથા પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો સમાજ વિરોધી પ્રવૃતિ પર અંકુશ લાવવાની જરૂર જણાતા હદપારનો હુકમ કરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજુલા પોલીસે માથાભારે ઈસમને જિલ્લામાંથી હદપાર કરાવતા માથાભારે તથા પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઈસમ સામે ચેતવણીરૂપ દાખલો બેસાડવામાં આવ્યો છે.