રાજુલાના માંડળ ગામે રહેતા સંતોકબેન માવજીભાઈ વાળા (ઉ.વ.૬૫)એ ભોજાભાઈ ભાણાભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેના પતિ ઘરે હતા ત્યારે ભોજાભાઈએ આવી ઉછીના પૈસા માંગ્યા હતા. તેમણે પૈસા ન આપતાં ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે. ધારીમાં રહેતા આસીફભાઈ મોહસીનભાઈ હથીયારી (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમના માતાએ ઘરે ચા બનાવવા ગેસ ચાલુ કરતાં અચાનક આગ લાગતાં દાઝી જતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.