રાજુલા તાલુકાના માંડરડી ગામે ધાતરવડી નદીના કાંઠે આવેલ વાડીના કૂવામાં એક દીપડો પડી જતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા સ્થળ પર પહોંચી રેસ્કયુ હાથ ધરવામાં આવ્યુ હતુ અને મહામહેનતે દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.