રાજુલા શહેરમાં જી.ઈ.બી. પાછળ ફોરેસ્ટ કોલોની બાજુમાં મહાકાળી માતાજી મંદિરે આ વર્ષે પણ ૧૨/૧૧/૨૦૨૪ને મંગળવારના શુભ દિવસે ભગવાન ઠાકોરજીની સાથે તુલસી માતાના શુભ લગ્નનું આયોજન કરેલ છે. આ તુલસી વિવાહમાં ભાગ લેવા અને સહકાર આપવા જાહેર નિમંત્રણ છે. મંડપ મુહૂર્ત ૧૨/૧૧/૨૪ના રોજ સવારે ૮ઃ૩૦ કલાકે અને તુલસી વિવાહ સાંજે ૬ઃ૧૫ કલાકે યોજાશે. ઠાકોરજીની જાન ચૌહાણ દીપકભાઈ કાનાભાઈ જાફરાબાદ રોડ કૌશિકનગરથી આવશે. લાખાભાઈ આનંદભાઈ પરમાર કુંડલીયાળી વાળા મહાકાળી માતાના મંદિરે કન્યાદાન આપશે. સંત દર્શન શ્રી શિવરામ બાપુ-બાબરકોટ, શ્રી કનક ગીરીબાપુ-રાજુલા ઉપસ્થિત રહેશે. ભોજનપ્રસાદ સાંજના ૭ઃ૩૦ કલાકે યોજાશે. દીકરીઓ માટે ફરાળ રાખેલ છે. આ કાર્યક્રમના નિમંત્રક શ્રી શંભુ ભગત, અશ્વિનભાઈ અને મુકેશભાઈ છે.