રાજુલાના વડલી રોડ પર રાજુલા રેલવે સ્ટેશન નજીક એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા પીઆઈ ગીડા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક નિરીક્ષણ કર્યા બાદ ૧૦૮ બોલાવવામાં આવી હતી પરંતુ મૃતદેહની હાલત ખરાબ હોવાથી બીજી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને મામલતદારને જાણ કર્યા બાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ દરમિયાન આ વ્યક્તિ અહીંના જ રહેવાસી દાતાભાઈ ભાયાભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યુ હતું. ગંભીર ઈજાઓ હોવાના કારણે મૃત્યુ શંકાસ્પદ છે. હત્યા, અકસ્માત કે બીજુ કંઈ કારણ છે તે આગળ પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.