અમરેલી જિલ્લામાં ટ્રેનની અડફેટે સિંહના મોતની ઘટનાઓ સામાન્ય બનવા પામી છે ત્યારે હવે ટ્રેનની અડફેટે ચાર ગાય ઈજાગ્રસ્ત થતા ગૌપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. રાજુલા નજીક આવેલા ભેરાઈ રેલવે ફાટક ઉપર ૪ ગાયને ગુડઝ ટ્રેને ટકકર મારતા ગાયોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પીપાવાવ પોર્ટ તરફથી આવતી ગુડઝ ટ્રેનની ઝડપ ૬૦ કિ.મી. કરતા વધારે હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. ગાય ઈજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ થતા પૂંજાબાપુ ગૌશાળાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ગાયને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાને કારણે ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.