શ્રી આહીર એજ્યુકેશન સમિતિ-રાજુલા દ્વારા તારીખ ૪ નવેમ્બર, ૨૪ના રોજ ભેરાઈ ગામે તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૮૫ તેજસ્વી વિદ્યાર્થીઓ અને ૮ નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમિતિ દ્વારા દર વર્ષે ભાઈબીજના બીજા દિવસે રાજુલાના વિવિધ ગામોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમની સફળતામાં સંતો, દાતાઓ, વડીલો, યુવાનો, માતાઓ-બહેનો, વિદ્યાર્થીઓ, ગ્રામજનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સમિતિના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું ડેટા કલેક્શન, ડોર-ટુ-ડોર આમંત્રણ પત્રિકા વિતરણ, વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. આગામી વર્ષ ૨૦૨૫માં બારપટોળી ગામે અને ૨૦૨૬માં નિંગાળા-૧ ગામે આ સન્માન સમારોહનું આયોજન થશે.