રાજુલા તાલુકાના ભેરાઇ ગામે અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાનશ્રી જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ, આગેવાનો, ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.