રાજુલામાં આહીર સમાજ વાડી ખાતે શ્રી આહીર એજ્યુકેશન સમિતિ દ્વારા આમંત્રણ પત્રિકા વિતરણ માટે રવિવારે મિટિંગ યોજાઇ હતી. આ સમિતિ દ્વારા દર વર્ષે ભાઈ બીજના વળતા દિવસે એટલે કે કારતક સુદ ત્રીજના રોજ અલગ અલગ ગ્રામ્ય કક્ષાએ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વ્યક્તિ વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષનો કાર્યક્રમ રાજુલા તાલુકાના ભેરાઈ ગામે તા.૪-૧૧-૨૦૨૪ના રોજ યોજાશે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકાનું ડોર ટુ ડોર વિતરણ કરવા માટે રાજુલા, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના દરેક ગામના પ્રતિનિધિઓની એક મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં દરેક ગામના પ્રતિનિધિઓને આમંત્રણ પત્રિકાને વહેંચવાની જવાબદારી સોંપાઇ હતી.