અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી જુગારીઓને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી ૧૭,૫૯૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. રાજુલાના ભચાદર ગામે પ્લોટ વિસ્તારમાંથી કથુભાઇ મધુભાઇ બોરીચા, નરશીભાઇ જણભાઇ ગુજરીયા, અશોકભાઇ બચુભાઇ બોસમીયા, જસુભાઇ બાબાભાઇ ધાખડા, સુરેશભાઇ અમરૂભાઇ ધાખડા, હરસુરભાઇ ભીખાભાઇ ધાખડા તથા જીજીભાઇ નાજાભાઇ ધાખડા બાવળની કાંટમાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૧,૪૬૦ સાથે પકડાયા હતા. ચલાલા તળાવકાંઠા પાસે માર્કેટીંગ યાર્ડ પાસેથી સાગરભાઇ સાર્દુળભાઇ સાપરીયા, લાલજીભાઇ લાખાભાઇ વડેચા, વિજયભાઇ ધનજીભાઇ પરસુંડા, સુનીલભાઇ લાલજીભાઇ વડેચા તથા દાદુભાઇ કાનાભાઇ બાંભણીયા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા રોકડા ૬૧૩૦ સાથે ઝડપાયા હતા.