રાજુલા તાલુકાના બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના કુળદેવી મોમાઈ માતાજીના સાનિધ્યમાં દેવી ભાગવત કથાનું આયોજન થયું છે. કથાના વક્તા લાખણશીભાઈ ગઢવી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં મોરારીબાપુએ કથા શ્રવણનો લાભ લીધો હતો. પાળીયાદ જગ્યાના મહંત નિર્મળાબા તથા ભયલુભાઈ સહિત અનેક સંતો આ સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિના ભવ્ય લોકડાયરામાં દેવાયતભાઈ ખવડે તેમના સાહિત્ય અને શોર્ય ગીતોથી ભારે જમાવટ કરી હતી, જેના પર નોટોનો વરસાદ વરસ્યો હતો. ડાયરામાં ભરતભાઈ ગઢવી, જસુબેન આહીર, રવિભાઈ કામળિયા અને નિરૂભા ગઢવી જેવા કલાકારોએ પણ પોતાની કલા પીરસી હતી. આ પ્રસંગે સંતો, રાજકીય મહાનુભાવો સહિત વિશાળ સંખ્યામાં લોકોએ કથા અને ડાયરાનો લાભ લીધો હતો.










































