રાજુલાના પીપાવાવ ધામ ગામેથી પોલીસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં ૮ ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.૨૪,૧૩૦નો મુદ્દામાલ રેઇડ દરમિયાન પકડાયો હતો. મધુભાઇ પુનાભાઇ મકવાણા, વિપુલભાઇ સોમાતભાઇ સાંખટ, રોહિતભાઇ નરશીભાઇ સાંખટ, મનસુખભાઇ કાનાભાઇ સાંખટ, રાજુભાઇ જોધાભાઇ સાંખટ, જગદીશભાઇ મંગાભાઇ ગુજરીયા, સુનીલભાઇ ગોવિંદભાઇ ગુજરીયા તથા સુરેશભાઇ માલાભાઇ મકવાણા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૨૪,૧૩૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.