રાજુલા નગરપાલિકાના સભ્યો, ભાજપના આગેવાનો અને શહેરીજનો દ્વારા ૧૩ ગામના ખેડૂતોનો અનોખી રીતે આભાર માનવામાં આવ્યો હતો. ધારેશ્વરથી રાજુલા સુધી પાણીની પાઇપલાઇન નાખવાના મુદ્દે છેલ્લા દસ દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, જેનું આજે આવેદનપત્ર આપી સુખદ સમાધાન થયું હતુ. ખેડૂતોના સિંચાઈના પ્રશ્નનો ઉકેલ આવતાં, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવે, ઘનશ્યામભાઈ વાઘ, રવુભાઈ ખુમાણ, ધવલભાઈ દુધરેજીયા, અને રણછોડભાઈ મકવાણાની અધ્યક્ષતામાં કેસરીનંદન હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું આયોજન કરાય હતુ. રાજુલા-જાફરાબાદ શહેરના હિતમાં ખેડૂતોએ જે મોટું મન રાખ્યું છે તે બદલ શહેરીજનો વતી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.