રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામે એક ઈસમે ગાડીમાં ગેસ પુર્યા બાદ ગેસના પૈસા નહી આપતા ફીલરમેને ગેસના પૈસા માંગતા યુવકને લાકડીના ઘા મારી મૂંઢ ઈજાઓ કરી લોહીલુહાણ કરી નાખતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામે જમનાજી પેટ્રોલપંપ ખાતે જયેન્દ્રસિંહ ભાવસિંહ ગોહિલ ફીલરમેનનું કામ કરતો હોય ત્યારે સાંજના સમયે વડલી ગામનો ઉમેશ ધાખડા નામનો શખ્સ ગાડીમાં ગેસ પુરાવવા આવ્યો હતો. રૂ.૬પ૦નો ગેસ પુર્યા બાદ ઉમેશે રૂ.પ૦ આપી બાકીના પૈસા પછી આપી જવાનું કહેતા જયેન્દ્રસિંહે પૈસા પુરા આપવાનુ કહેતા જ ઉમેશે લાકડી વડે જયેન્દ્રસિંહને માર માર્યો હતો. લાકડીનો ઘા માથામાં મારતા જયેન્દ્રસિંહને માથામાં ઈજા થઈ હતી તેમજ આડેધડ લાડકી વડે મૂંઢ માર મારવામાં આવતા જયેન્દ્રસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જેથી જયેન્દ્રસિંહે રાજુલા પોલીસ સ્ટેશનમાં ઉમેશ ધાખડા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.










































