રાજુલા તાલુકાના ધુડીયા આગરિયા ગામે જમીન વિવાદને લઈને એક આધેડ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પીઠાભાઈ નથુભાઈ સોલંકી
આભાર – નિહારીકા રવિયા (ઉં.વ.૬૫)એ વાલાભાઇ નથુભાઇ સોલંકી તથા રામભાઇ નથુભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ધુડીયા આગરિયા ગામે રહેતા ફરિયાદી સવારના અગીયારેક વાગ્યાના અરસામાં ગામની સમિતિની દુકાનેથી ઘઉં અને ચોખા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના આંબેડકર ચોક પાસે આરોપીઓએ તેમને આંતર્યા હતા. હુમલાખોરોએ તેમને રોકીને જૂની અદાવત ઉખેળતા કહ્યું હતું કે, તારે જમીનમાં ભાગ જોઈએ છે, પણ તે તને આપવાનો નથી. તેમ કહી બેફામ ગાળો ભાંડી હતી. આટલેથી ન અટકતા આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલા લાકડીના બડીયા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો.