રાજુલાના ધારેશ્વર ડેમમાં માછલા પકડતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ભુપતભાઈ ધીરૂભાઈ વાઘેલા (ઉ.વ.૩૫)એ તેજસભાઈ ચૌહાણ, ફારૂકભાઈ શેખ અને અકબરભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ધારેશ્વર ડેમ ખાતે માછલા પકડતા હતા ત્યારે આરોપી ત્યાં આવ્યા હતા અને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. ઉપરાંત લાકડાના ધોકા વડે માર મારીને જતા રહ્યા હતા. જે બાદ તેઓ ડેમમાંથી બહાર નીકળી ખોડિયાર માતાના મંદિરે પહોંચતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.વી. સમા વધુ તપાસ કરી રહ્યા છે