રાજુલાના ધારેશ્વર ગામે રહેતી એક પરિણીતાને સાસરિયાએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પિયર પરત ફર્યા બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ જાફરાબાદના ફાચરિયા ગામે રહેતા મનીષાબેન હસમુખભાઈ દાફડા (ઉ.વ.૨૭)એ ધારેશ્વર ગામે રહેતા હસમુખભાઈ હરીભાઈ દાફડા, હંસાબેન હરીભાઈ દાફડા તથા હરીભાઈ તેજાભાઈ દાફડા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્નજીવન દરમિયાન આરોપીએ ભેગા મળી ઘરકામ બાબતે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.