રાજુલાના ધાતરવાડી ડેમ નજીક આવેલ સ્ટોન ક્રશર (ભરડીયા) દુર કરવા ભાક્ષી ગ્રામ પંચાયત અને ધારેશ્વર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખીત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ધાતરવાડી ડેમ નજીકના પ૦૦ મીટરની ત્રિજયામાં બે ભરડીયા વર્ષોથી ચાલુ છે. પથ્થર કાઢવા અવારનવાર બ્લાસ્ટીંગના કારણે ડેમને નુકસાન થવાની ભીતિ છે. ડેમ તૂટે તો અમારા ગામોમાં મોટી હોનારતની દુર્ઘટનાની દહેશત છે. તાકીદે આ બંને ભરડીયાઓ બંધ કરાવવા સરપંચ મનીષાબેન સોજીત્રા અને સરપંચ અમુબેન ધાખડાએ જણાવ્યું છે.