રાજુલાના દીપડીયા નજીક એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં સાવરકુંડલાના મઢડા ગામનો યુવાન ગંભીર ઈજા થવાથી મૃત્યુ પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલા તાલુકાના દીપડીયા નજીક સાવરકુંડલાના મઢડા ગામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવાનને ૧૦૮ મારફત રાજુલા હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. યુવાન પાસેથી મળેલા કાગળ આધારે તેનુ નામ બશીર રફીકભાઈ દલ હોવાનું માલુમ પડ્યુ હતું. આ યુવાન પીપાવાવ ખાનગી કંપનીમાં કામ કરતો હતો. અકસ્માત કઈ રીતે થયો તે કારણ હજી અકબંધ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.