રાજુલા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીની અમરેલીની એલ.સી.બી. ટીમે ધરપકડ કરી હતી. આ આરોપી રવિ ઉર્ફે રવિરાજભાઈ બદરૂભાઈ વાળા, ઉ.વ.૨૩, (રહે.માલસીકા, તા.ધારી) કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાથી તેના નામનું કોર્ટમાંથી વોરંટ ઇસ્યુ થયું હતું, આથી અમરેલી એલ.સી.બી.ની ટીમે આરોપીને ટેકનીકલ સોર્સ અને બાતમીના આધારે પકડીને આગળની કાર્યવાહી કરવા માટે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.