રાજુલાના દાતરડી ગામે આડા સંબંધની આશંકામાં દંપતીમાં ડખો થયો હતો. પતિએ પત્નીને ફટકારી હતી. ઉપરાંત ગાળો બોલી ઢીકાપાટુ  માર્યા હતા. બનાવ સંદર્ભે મુક્તાબેન બાંભણીયા (ઉ.વ.૪૦)એ પતિ લવજીભાઈ કરશનભાઈ બાંભણીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પતિને કોઈ છોકરી સાથે આડાસંબંધ હતા અને ફોનમાં વારંવાર મેસેજ આવતા હતા. જેથી તેમને શંકા હતી. તેમણે આરોપી પાસે ફોન જોવા માગતા સારું નહોતું લાગ્યું અને અશ્લીલ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત કુહાડીના હાથા વડે મુંઢમાર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.