રાજુલા તાલુકાની ડુંગરપરડા, ભચાદર અને ભાક્ષી-૨ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક કમ કુકની જગ્યા ભરવામાં આવશે. આ માટે રસ ધરાવતા ઉમેદવારોએ રાજુલા તાલુકા મામલતદાર કચેરી ખાતે તા.૨૦ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે. આ માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખે ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ કર્યા હોય અને વધુમાં વધુ ૫૫ વર્ષની વય મર્યાદા છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજીપત્રક રાજુલા તાલુકા મામલતદાર કચેરી ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી લેવાનું રહેશે. આ અરજીપત્રકમાં જરુરી વિગતો ભરીને તા.૨૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધીમાં રાજુલા તાલુકા મામલતદાર કચેરીની રજિસ્ટ્રી શાખામાં જમા કરાવવું. આ અંગેની વધુ વિગતો માટે રાજુલા મામલતદાર કચેરી (મધ્યાહન ભોજન શાખા) નો સંપર્ક કરવાનો રહેશે. આ જગ્યાઓ માટે પસંદ થનારા ઉમેદવારોને નિયમ અનુસાર માનદ વેતન મળવાપાત્ર થશે, ઉમેદવારની પસંદગી માટે જરૂરી જણાયે રુબરુ મુલાકાત દરમિયાન વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે.