રાજુલાથી મહુવા-ભાવનગર જવાના ટૂંકા માર્ગ પર ગુડ્‌ઝ ટ્રેન વારંવાર પસાર થતી હોવાથી ૧પથી વધુ વખત ફાટક બંધ થતું હોય વાહનચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. જા કે ફાટક બંધ રહેતા ઘણીવાર દર્દીઓની હાલત પણ કફોડી બની જાય છે. રાજુલાથી એક કિમી દુર આવેલ ડુંગર રોડ પરનું ફાટક દિવસમાં ૨૫ વખત બંધ થતું હોય અહીથી પસાર થતા વાહન ચાલકોને હાડમારી વેઠવી પડી રહી છે. ત્યારે અહી અંડરબ્રીજ બનાવવા રજૂઆત કરવામાં આવી છે. રાજુલાથી માત્ર એક કિલોમીટર દુર આવેલ આ ફાટક પર દરરોજ પીપાવાવ પોર્ટની ૧૫ જેટલી ગુડઝ ટ્રેન દરરોજ આવન જાવન કરતી હોવાથી રાજુલાથી જતા અને મહુવા ભાવનગર તરફથી આવતા લોકોને ફરજિયાત ૧૦ મિનિટ રેલવે ફાટક બંધ કરવાનો નિયમ હોવાથી ફરજિયાત ૧૦ મિનિટ ઉભું રહેવું પડતું હોય છે. ઇમર્જન્સીમાં ઘણી વખત તો ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ઉભી રહેતી હોય છે. આમ આ રોડ રાજુલાથી ભાવનગર જવા માટે શોર્ટકટ હોવાથી મોટાભાગના વાહન ચાલકો રાજુલાથી મહુવા નાકા રોડ ઉપરથી મહુવા જતા હોવાથી માલગાડી ટ્રેન અવારનવાર આવનજાવન કરતી હોવાથી લોકોને મુશ્કેલી પડે છે. આ માર્ગ પર અંડરગ્રાઉન્ડ માર્ગ બનાવવા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવતી ન હોવાથી વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.