રાજુલા,તા.૧
રાજુલા તાલુકાના ડુંગર ગામે એસ.બી.આઇ બેન્ક માં છેલ્લા ચાર ચાર મહિનાઓથી એ.ટી.એમ મશીન બંધ હાલતમાં શોભના ગાંઠિયા સમાન બની જતા ખાતેદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ડુંગર તથા આજુબાજુના ગામડાઓના એસ.બી.આઇ. બેન્કના એટીએમ ધારક દ્વારા બેંકમાં પ્રવેશવાની સાથે જ એ.ટી.એમ. મશીન બંધ છે તેવુ વાંચી ગ્રાહકો પણ ત્રાહિમામ થઈ ચૂક્યા છે ડુંગર તથા આજુબાજુના ગામડાઓની જનતા બેંકમાં મળતી સુવિધાથી વંચિત રહેતા હોય તેવુ લાગી રહ્યું છે. આ બાબતે બેન્ક મેનેજરને પુછતા તેમણે આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે તેમ જણાવ્યું હતું.