રાજુલાના ડુંગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૯ ગામોની ૬૦ ઉપરાંત સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી કરી હતી. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભાઓની સમયસર આરોગ્ય તપાસ કરી બાળ મરણના પ્રમાણને ઘટાડવા માટે આ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું.