રાજુલાના ઝાપોદર ગામે એક વેપારીને ધક્કો મારી દીવાલ સાથે ભટકાવ્યો હતો. મધુભાઈ દેવાતભાઈ ધાખડા (ઉ.વ. ૫૦)એ મહેશભાઈ મનુભાઈ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમના ડેલા પાસે બજારમાં તેના ભત્રીજાને ‘ગાડી કેમ સ્પીડમાં ચલાવે છે?’ તેમ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતા તેમને ધક્કો મારી દીવાલ સાથે ભટકાવ્યા હતા.જે બાદ મહેશભાઇ મનુભાઇ ધાખડા (ઉ.વ. ૩૦)એ યુવરાજભાઇ અમરૂભાઇ ધાખડા તથા વિજયભાઇ પથુભાઇ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ પોતાની ફોર વ્હીલ તેના ઘર બહાર શેરીમાં લઇ નીકળ્યા હતા.
શેરી બજારમાં છોકરા રમતા હોવાથી ગાડી સ્પીડમાં નહીં ચલાવવાનું કહેતા તેમને સારું નહોતું લાગ્યું અને ગાળો આપી લોખંડના પાઇપ વડે માથાના ભાગે એક ઘા માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.






































