રાજુલાના ઝાંઝરડા ગામે વાડીએ રહેતા એક પુરુષને સર્પે દંશ માર્યો હતો. બનાવ અંગે મૂળ રાજુલાના ડોળીયા ગામના અને હાલ ઝાંઝરડા ગામે ભોળાભાઈ ગોવિંદભાઈ જીંજાળાની વાડીએ રહેતા સતીબેન નરશીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેઓ તેમના પરિવાર સાથે રાત્રે વાડીએ સુતા હતા. વહેલી સવારે તેમના પતિ નરશીભાઈ (ઉ.વ.૫૦)ને ડાબા પગની પીંડીએ સર્પે દંશ માર્યો હતો. જેથી તેમને સારવારમાં દાખલ કર્યા હતા.