રાજુલાના ઝાંઝરડા ગામે રહેતા એક યુવકે તેની માતાને અપશબ્દો ન બોલવાનું કહેતા ફટકારવામાં આવ્યો હતો. જેને લઈ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજુભાઇ દેવશીભાઇ સરવૈયા (ઉ.વ.૩૫) એ ઉંટીયા ગામે રહેતા બાલાભાઇ વાઘાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવતા લખાવ્યું, આરોપી તેમની માતા વિશે અપશબ્દ બોલતો હતો. જેથી અપશબ્દ બોલવાની ના પાડતા ગાળો આપી શરીરે આડેધડ ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. ઉપરાંત માથાના ભાગે લોખંડના પાઇપનો એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા ધપોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.બી.સિંધવ વધુ તપાસ કરી  રહ્યા છે.